Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર-મોરબી હાઇવે પરના જાંબુડીયા બ્રીજ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર-મોરબી હાઇવે પરના જાંબુડીયા બ્રીજ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર-મોરબી હાઇવે પર આવેલ જાંબુડીયા બ્રીજ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના કુબેર સિનેમાં પાછળ શોમેશ્વર રોડ પર રહેતા રાજેશભાઇ દાનસીંગભાઇ અગેચાણીયા પોતાનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક રજી નં. GJ-36-H-3400 લઇને વાંકાનેર થી મોરબી તરફ જઇ રહ્યા હતા આ દરમિયાન જાંબુડીયા બ્રીજ પાસે પહોંચતા બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં
બાઈક સાથે રોડ પર પટકાતા બાઈક ચાલકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું મૃતકના પુત્રએ સાગરભાઇ રાજેશભાઇ અગેચાણીયાને મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!