વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતી તરૂણી એ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે આ અંગેની માહિતી મુજબ વાંકાનેરના ખખાણા ગામે રહેતી સરોજબેન ધનજીભાઈ ગાંગની ઉમર ૧૪ નામની તરૂણીએ કોઈ કારણોસર ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં કુવાડવા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તરૂણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો બનાવ અંગેની જાણ કુવાડવા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના બેલા રંગપર ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર આવેલ કારખાનામાં કામ કરતો હરીશ ગામના યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે