ટંકારા તાલુકાના નેકનામ ગામના વૃદ્ધાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કાર્યનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
બનાવની વિગતો અનુસાર ટંકારા તાલુકાના નેકનામ ગામે ગણેશભાઇની વાડીએ રહેતા પાર્વતીબેન શંકરભાઇ ઠાકર (ઉ.વ.70)એ ગઇકાલે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે પ્રથમ પડધરીની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ હતા. પરંતુ ચાલુ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.