ટંકારા તાલુકાના નાનાખીજડીયા ગામેં વાડીની ઓરડીમાં જામેલી જુગારની મહેફિલમાં પોલીસે દરોડો પાડી 83 હજારના મુદામાલ સાથે પાંચ પતાપ્રેમીઓને પોલીસે દબોચી લીધા છે.
ટંકારા તાલુકાના નાનાખીજડીયા ગામે આરોપી બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયાની વાડીએ આવેલ ઓરડીમા બહારથી માણસો બોલાવી સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમા નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની પોલીસને જાણ થતાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા (ઉવ. ૪૦)રહે.નાનાખીજડીયા તા.ટંકારા, અમરશીભાઈ દેવાભાઈ ભાડજા (ઉ.વ.૬૨) રહે.રામપર તા.ટંકારા, દામજીભાઈ થોભણભાઈ બારૈયા (ઉ.વ.૬૨) રહે.નાનાખીજડીયા તા.ટંકારા, બીપીનભાઈ વશરામભાઈ કાસુંદ્રા (ઉ.વ.૪૦) રહે.ધુનડા (ખા) તા.ટંકારા, સવજીભાઈ લવજીભાઈ માલકીયા (ઉ.વ.૫૫) રહે.ધુનડા (ખા) તા.ટંકારાવાળને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતાં. તમામના કબ્જામાંથી ૮૩,૬૮૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
દરોડા દરમિયાન પીએસઆઇ બી.ડી.પરમાર,હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર, કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિહ જાડેજા, વિપુલભાઈ બાલાસરા સહિતના હજાર રહ્યા હતા.