Sunday, November 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસ તૂટી પડી :૨૮ પકડાયા

મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસ તૂટી પડી :૨૮ પકડાયા

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ શ્રાવણીયા જુગાર ઉપર તૂટી પડી ગઈકાલે ઠેરઠેર ચાલતા શ્રાવણીયા જુગાર ઉપર દોરોડા પાડયા હતા.મોરબી જિલ્લામાં ચાર-પાંચ સ્થળે પોલીસ જુગારની રેઇડ કરી જુગાર રમતા ૨૮ને પકડી પાડી આગળની તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના નવાપરા પુલ નીચે જુગાર રમતા મેહુલભાઇ ગોરધનભાઇ ચારોલીયા, મુકેશભાઇ જીણાભાઇ કુઢીંયા, દેવરાજભાઇ અશોકભાઇ થારકીયા અને દેવરાજભાઇ નાનજીભાઇ કડીવારને પોલીસે રોકડા રૂપિયા 800 સાથે તેમજ વાંકાનેરના નવાપરા ખોડિયાર ચોકમાં જુગાર રમતા મનુભાઈ ઉર્ફે મનોજભાઈ શામજીભાઈ દેકાવડીયા, અશ્વિનભાઈ સુરેશભાઈ બાવળીયા, સાગરભાઈ રામજીભાઈ માલકીયા અને હિરાભાઈ ગોવિંદભાઈ ચાવડાને રોકડા રૂપિયા 2400 સાથે પકડી પાડેલ હતા.

મોરબીના લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમતી ચેતનાબેન નવીનભાઇ ગોવિંદભાઇ ગુર્જર, સોનલબેન નવીનભાઇ ગુર્જર, મનીષાબેન પ્રવિણભાઇ ચુડાસમા, ગીતાબેન વિશ્રામભાઇ ગણાત્રા, જોશનાબેન કાંતીભાઇ દવે અને જોશનાબેન દિલીપભાઇ સોલગામાને પોલીસે રોકડા રૂપિયા 16,120 સાથે ઝડપી લીધેલ હતી.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ બિઝનેશ સેન્ટરમાં આવેલ લોરીયસ સિરામિક ઓફિસમાં જુગારધામ ચાલતી હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડી જુગાર રમતા આરોપી ચિરાગભાઇ રમેશભાઇ સરડવા, કયુરભાઇ ઉર્ફે અલ્પો નાગજીભાઇ બાવરવા, બંસીભાઇ હરગોવિંદભાઇ અધારા, હસમુખભાઇ શાંતીલાલભાઇ દેસાઇ, જીગ્નેશભાઇ નવલભાઇ મેરજાને રોકડા રૂપિયા 43,900 સાથે ઝડપી પાડેલ હતા.

મોરબી સીટી ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર ગીતા ઓઈલમિલ નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી જુસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા, મુસ્તાકભાઈ ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા, રફીકભાઈ તારમામદભાઈ સુમરા, કાસમભાઈ દાઉદશા શાહમદાર, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા, શૌકતભાઈ અલીભાઈ બાંભણીયાને રોકડા રૂપિયા 21,200 સાથે તેમજ વજેપર શેરી નંબર 15ના નાકા પાસે જુગાર રમતા ગીરીશભાઈ નારણભાઈ કણઝારીયા, ફારુકભાઈ ઈકબાલભાઈ પાયક, નારણભાઈ નરશીભાઈ કણઝારીયાને રોકડા રૂપિયા 1400 સાથે પકડી પાડેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!