Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ત્રણ દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડી એક શખ્સને દબોચી...

મોરબી જિલ્લામાં ત્રણ દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડી એક શખ્સને દબોચી લીધો: બે ફરાર

મોરબી જિલ્લામાં દેશી તથા વિદેશી દારૂનુ વેચાણ અટકાવવાની જિલ્લા પોલીસવડાની સૂચનાથી મોરબી તાલુકા પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસની ટિમોએ પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન ટીમોને મળેલી બાતમીના આધારે ત્રણ અલગ-અલગ દેશી દારૂની ભેઠ્ઠીઓએ પાડેલ દરોડામાં એક શખ્સ ઝડપાયો છે. જયારે અન્ય બે ઈસમો નાશી છૂટતા પોલીસ દ્વારા તેમની તપાસ શરુ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લીલાપર ગામની સીમમાં મેજર પોલીપેકના કારખાના પાછળ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતનાં આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી અનીલભાઈ અરવિંદગીરી ગૌસ્વામી નામનો દારૂની ભઠ્ઠી ચલાવતો શખ્સ મળી આવ્યો હતો. જેની પાસેથી પોલીસે ૧૫૦ લીટર ગરમ આથો ભરેલ એક મોટુ પતરાનુ બેરલ, આશરે ૨૦૦ લીટર ક્ષમતાવાળા પતરાનાં ૦૨ બેરલમાં ૩૦૦ લીટર દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, એક પ્લાસ્ટીકના કેનમાં રહેલ ૨૦ લીટર દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી, તથા ભઠ્ઠીને લગતા સાધનો મળી કૂલ રૂ.૨૯૫૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ, મોરબી તાલુકા સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બે અલગ-અલગ સ્થળોની બાતમી મળી હતી કે, જ્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જેને લઈ પોલીસે બે અલગ અલગ ટિમો બનાવી બંને સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં વિરપર ગામે સોરસગા તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામા માધવભાઇ વાઘજીભાઇ કોળી નામનો ઈસમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. ત્યારે પોલીસે રેઈડ કરતા ઈસમ નાસી છૂટ્યો હતો. જો કે, પોલીસે સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો ૬૦૦-લીટર ઠંડો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપીયા-૪૮૬૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. જયારે અન્ય રેઇડમાં મળતી માહિતી અનુસાર, વીજયભાઇ રૂપાભાઇ કોળી નામનો શખ્સ વીરપર ગામના સ્મશાન નજીક આવેલ પોતાની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. જેને લઈ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે રેઈડ કરતા સ્થળ પરથી ૧૦૦ લીટર ગરમ આથો, ૪૦૦ લીટર ઠંડો આથો તથા ૩૦ લીટર ગરમ દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.-૪૨૬૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી વીજયભાઇ રૂપાભાઇ કોળી સ્થળ પર મળી ન આવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!