Monday, June 22, 2026
HomeGujaratહળવદમાં મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

હળવદમાં મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

જીઆઈડીસી વિસ્તારમાંથી દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો સાથે મહિલા આરોપીની ધરપકડ.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી મહિલા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો સહિત રૂ.૯,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી મહિલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં જી.ઈ.બી. સબ સ્ટેશન પાછળ આવેલા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં આરોપી ગીતાબેન વિનોદજી પ્રધાનજી સોલંકી ઉવ.૫૦ પોતાના રહેણાંક મકાન સામે બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૫૦ લીટર ગરમ આથો, ૧૦ લીટર તૈયાર દેશી દારૂ, ૨૫૦ લીટર ઠંડો આથો તથા દારૂ બનાવવામાં વપરાતા સાધનો મળી કુલ રૂ.૯,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે મહિલા આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!