Sunday, December 22, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં પત્તાપ્રેમીઓ પર પોલીસની તવાઈ : કુલ ૩૫ ઈસમોને દબોચી લીધા

મોરબી જિલ્લામાં પત્તાપ્રેમીઓ પર પોલીસની તવાઈ : કુલ ૩૫ ઈસમોને દબોચી લીધા

સાતમ આઠમના તહેવાર નજીક આવતા જ મોરબી જિલ્લામાં જુગારીઓ પત્તાનાં નશામાં ડૂબેલા રહે છે, અને આવા શખ્સો સામે પોલીસ પણ દિવસ રાત મહેનત કરી શ્રાવણીયા જુગારના દુષણને ડામવા દિવસ રાત દરોડા પાડી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે મોરબી શહેરની ઉમિયાનગર સોસાયટી, ઉંચી માંડલ ગામ, હસનપર ગામ, મેશરીયા ગામ અને વર્ષામેડી ગામે રેડ પાડવામાં આવી હતી અને જુગાર રમતા 35 પત્તાપ્રેમીઓને દબોચી લીધા હતા. તેમજ તમામ પાસેથી કુલ 93,070નો મુદ્દામાલ ઝબ્બે કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગત અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં 2 જગ્યાઓએ જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા ઉમિયાનગર સોસાયટી મેઇન શેરીમાં એક રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ નારણભાઇ શિંહોરા, શોર નરશીભાઇ બાબરીયા, ગાંડુ નોંધાભાઇ રાતડીયા અને કાનજી ઘનશ્યામભાઇ જંજવાડીયા પકડાયા હતા. જેમની પાસેથી કુલ રૂ.૬,૨૫૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે બીજી બાજુ ઉમિયાનગર સોસાયટી મેઇન શેરીમાં જ અન્ય ચાર લોકો પણ જુગાર રમતા ઝાડપાયાં હતા. ત્યારે જુગાર રમતા સિધ્ધરાજ કેશુભાઇ ગળધરીયા, વિક્રમ જેરામભાઇ દુદકીયા, જયંતી પ્રભુભાઇ સનુરા અને સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયા પાસેથી કુલ રૂ.૩,૯૬૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ઉપરોક્ત તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેશરાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકા પોલીસ જયારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, ઉંચી માંડલ ગામની સીમમાં અમુક લોકો જાહેરમાં ટોળું વળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા જુગાર રમતા જેરામ જાદવભાઇ વાઘેલા,ભરત ધીરૂભાઇ પરમાર, મોઇન યુસુફભાઇ મલેક, કલ્પેશ જયંતિભાઇ મકવાણા, કરન બાબુભાઇ રાઠોડ, અનીલ કેશુભાઇ ધંધુકીયા, પ્રવિણ લખમણભાઇ સાલાણી અને નિરંજન સાર્થકભાઇ કુલહારી તીન પતીનો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમની અટકાયત કરી પોલીસે ૧૬,૭૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ધોરણસરની કાર્યવાહી આરંભી છે. તેમજ અન્ય બનાવમાં વાંકાનેર પોલીસે હસનપર ગામે રેડ પાડી જાહેરમાં જુગાર રમતા નવઘણ ગાંડુભાઇ રીબડીયા, ગણેશ દિનેશભાઇ દલસાણીયા, લાલજી જેરામભાઇ દલસાણીયા, સુરેશ કોળી, મહેન્દ્ર ઉર્ફે પાજી સરદારજી, ભાવિન કોળી અને વિજય મનસુખભાઈ પરસોંડાની અટકાયત કરી રોકડ રૂ.૬,૧૮૦ સહીત કુલ રૂ. ૪૬,૧૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મેશરીયા ગામે છીપેળાવાળીની સીમમાં અમુક લોકો ઘેરુંવાળી જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા જુગાર રમતા પ્રવિણ ભોપાભાઇ રાઠોડ, સાગર વીનુભાઇ રાઠોડ, મનસુખ ચોથાભાઇ રાઠોડ, સંજય છગનભાઇ રાઠોડ, દિનેશ માવજીભાઇ કુમખાણીયા, લાખા મનુભાઇ મેવાડા, જગદીશ વિનુભાઇ રાઠોડ, વિક્રમ છગનભાઇ રાઠોડ, નવઘણ વિશાભાઇ રાઠોડ તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ રૂપીયા-૧૪,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ધોરણસરની કાર્યવાહી આરંભી છે. તેમજ બીજી બાજુ માળીયામીં પોલીસને બાતમી મળી હતી કે, વર્ષામેડી ગામે ચામુડમાના મંદીર પાસે જાહેરમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ પાડતા ભુપત હરખાભાઇ મહાલીયા, મનસુખ ચતુરભાઇ ભીમાણી અને મગન શંભુભાઇ ચાવડા હારજીતનો તીનપતિનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રૂપીયા-૫૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!