કહેવત છે ભગવાન દુશ્મન ને જેલ ના દેખાડે ત્યારે આજીવન સજા થઈ હોય અને સારું વર્તન હોય ત્યારે સરકાર તેમને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને વહેલા જેલ માંથી મુક્તિ આપે છે. ત્યારે મોરબી સબ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીને સારી વર્ણતુક બદલ જેલ મુકત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સબ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી હિતેશ ઉર્ફે બાવકો શિવશંકર દવે કે જેઓએ ૧૪ વર્ષની કોરી સજા પૂરી થતાં સારી વર્ણતુક રીતે પસાર કરી જેલમાંથી ઉચ્ચ અભિયાસ ડિગ્રી મેળવેલ છે, તેને ધ્યાને લઈ કલેકટરના અધ્યક્ષ સ્થાને જેલ એડવિઝરી બોર્ડની કમિટીમાં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવીને આજીવન કેદની બાકીની સજા માફ કરી c.r.p.c૪૩૩ હેઠળની વહેલી જેલ મુક્તિના હુકમો સરકાર તેમજ જેલોન ઇન્સ્પેક્ટર જનરલ અમદાવાદથી થતા ગઈકાલે જેલ મુકત કરવામાં આવ્યો હતો.









