ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે કડક કાર્યવાહી કરવા DGPએ આદેશ આપ્યા છે. જેના પગલે મોરબી પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડયો છે. જેમાં માળીયામીં પોલીસે સરકારી દવાખાના પાછળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી હતી. ત્યારે દેશી દારૂની ભઠ્ઠી મરીયમબેન વા/ઓફ કાસમભાઇ ઓસમાણભાઇ જેડા/મિંયાણા નામની મહિલા ચલાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ તથા ઠંડા આથો ૨૦૦ લીટર, બેરેલ, અને દેશી દારૂના કેરબા સહિનો મુદ્દામાલ કબજે કરી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા અમરેલી રોડ પર આવેલ પ્રજાપત કારખાના પાસે મળેલી બાતમીના આધારે રેહણાંક મકાનમા દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો, ગાળી ભઠ્ઠી, ગરમ આથો આશરે લીટર-૨૦ તથા ઠંડો આથો આશરે લીટર ૫૦ તથા ૪ લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેડ દરમિયાન મળી આવેલ શખ્સ જેસીંગ ઉર્ફે જેસા ખીમજી કારૂ જાતે-કોળી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા પોલીસ પણ દેશી દારૂના દૂષણને નાથવા જાગૃત જોવા મળી હતી. પોલીસે ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડ્યો હતો. જેમાં ધુનડા (સજનપર) ગામે પાણીના વોકળા પાસે પડેલ દરોડામાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ગાળી દેશી દારૂ લીટર-૦૫ તથા દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લી-૨૦૦ તથા દેશીદારૂની ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી રેડ દરમિયાન મળી આવેલ શખ્સ હસમુખ કરશન પંખોડીયા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી .