મોરબી માળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ થી વાહનચાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સીઝનમાં સૌથી સારા વરસાદની શરૂઆત થી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માળીયા અને હળવદ તાલુકામાં મગફળી, કપાસ, તલ જેવા પાકો લેવામાં આવે છે અને આ વરસાદ ખડુતો માટે ખુબજ ફાયદાકારક ગણી શકાય છે. જિલ્લામાં સવારના 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદની માહિતી મેળવીએ તો ટંકારા તાલુકામાં 33 એમએમ, માળીયા તાલુકામાં 32 એમએમ, વાંકાનેર તાલુકામાં 31 એમએમ અને હળવદ તાલુકામાં 6 એમએમ વરસાદ નોંધાયો છે.