હળવદ પોલીસ દ્વારા મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત માથાભારે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા, જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરાયા બાદ પોલીસની અલગ-અલગ ટીમોએ તેની અટકાયત કરી, આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા મોહિત હસમુખભાઈ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળા સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા તંત્રને મોકલી હતી. દરખાસ્તના આધારે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરતા, હળવદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપી લઈ પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો હતો.






