રાજકોટ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી ટંકારા પ્રવાસે પહોચ્યા હતાં. જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે પરીચય અને સરકારની નિતી રીતી અંગે ચર્ચા કરી કામે લાગી જવા હાંકલ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ટંકારા ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી ટંકારાનો પ્રવાસ કરી કાર્યકર્તા સાથે પરીચય કાર્યક્રમ યોજ્યો હતો. ઋષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારા ગુરૂકુલ ખાતે પણ મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપકને પ્રણામ કરી માહિતી મેળવી હતી.
તેમજ રામ નવમીના ઢળતી સાંજે પરેશભાઈ ધાનાણી ટંકારા ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં બહોળી સંખ્યામાં કોગ્રેસ તથા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેમા ખુબ જાણીતા ડૉ ડાહ્યાભાઈ પટેલ, કિશોરભાઈ ચિખલિયા, સંજયભાઈ ભુપતભાઈ ગોધાણી – ભટાસણા, પંકજભાઈ રાણસરીયા, જશવંતભાઈ કગથરા, ગીરીશભાઈ પેથાપરા, વિજયભાઈ કોટડીયા, પુષ્પરાજસિહ નરેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ આહિર, અયુબભાઈ અલ્પેશભાઈ કોઠિયા, ભાવનીકભાઈ મુછડીયા, કુલદીપસિંહ જાહેજા, દિલીપભાઈ સરડવા, મનસુખભાઈ વાધેલા સહિતનાએ હાજરી આપી કોંગ્રેસના આગેવાન કાર્યકરો અને આપના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો, દરેક ફ્રન્ટ સેલના પ્રમુખો સમિતિ સભ્યો, મતદારોનો તથા પ્રેસનો ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર ગોસરા તથા મહામંત્રી દુષ્યંત ભૂતે સૌનો આભાર માન્યો હતો. અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.