Wednesday, May 1, 2024
HomeGujaratટંકારા ના નેકનામ પડધરી રોડ પર સ્વિફ્ટ કાર પલ્ટી ખાઈ જતાં ગમખ્વાર...

ટંકારા ના નેકનામ પડધરી રોડ પર સ્વિફ્ટ કાર પલ્ટી ખાઈ જતાં ગમખ્વાર અક્સ્માત : મોરબીના બે સગા ભાઈઓના મોત

મોરબીના ટંકારાના નેકનાંમ પડધરી રોડ પર આજે બપોરે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો જેમાં મુસ્લિમ સમાજ ના બે સગા ભાઈઓ ના મોત થઈ જતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી ના ટંકારા તાલુકાના નેકનામ ટંકારા રોડ પઆજે બપોર ના સમયે નેકનાંમ થી પડધરી તરફ જઈ રહેલ GJ 03 NF 6642 નંબર ની સ્વિફ્ટ કાર પલ્ટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

 

 

આ ગમખ્વાર અકસ્માત માં મોરબી વિશીપરા વિસ્તારમા રહેતા અલ્તાફ હૈદરભાઈ જેડા ઉ.વ.૨૪ અને સોયબ હૈદરભાઈ જેડા ઉ.વ. ૩૬ નામના બે મુસ્લિમ યુવકોના કરૂણ મોત નીપજ્યા છે જાણવા મળતી વિગતો મુજબ બંને યુવકો સગા ભાઈઓ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે બને યુવકોના મૃતદેહને સીવીલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં આગળની તપાસ ટંકારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!