Monday, December 23, 2024
HomeGujaratમુખ્યમંત્રી વિજય રૂપાણીને શિક્ષણ ના પાઠ ભણાવનારા મનસુખભાઈ મહેતાનું શિક્ષકદિન પહેલા કોરોના...

મુખ્યમંત્રી વિજય રૂપાણીને શિક્ષણ ના પાઠ ભણાવનારા મનસુખભાઈ મહેતાનું શિક્ષકદિન પહેલા કોરોના ના લીધે નિધન : મનસુખભાઇ મેહતા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે થયા હતા સન્માનિત

મુખ્યમંત્રી વિજય રૂપાણીને શિક્ષણ ના પાઠ ભણાવનારા મનસુખભાઈ મહેતાનું શિક્ષકદિન પહેલા કોરોના ના લીધે નિધન : મનસુખભાઇ મેહતા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે થયા હતા સન્માનિત

- Advertisement -
- Advertisement -

 

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગુરુ મનસુખભાઇ મહેતાનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે આવતીકાલે પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક શિક્ષણ દિવસના બરાબર એક દિવસ પહેલા જ ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા શિક્ષક અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણ શિક્ષાના બોધ પાઠ ભણાવનારા એવા વિરાણી હાઈસ્કૂલના આચાર્ય અને આર એસ એસ ના જુના કર્મનિષ્ઠ મનસુખભાઈ હરજીવનભાઈ મહેતાનું આજે ૮૧ વર્ષની ઉંમરે અવસાન થયું છે ત્યારે મનસુખભાઈ મહેતા રાજકોટની વિરાણી હાઇસ્કૂલના આચાર્ય હતા જેઓને અમદાવાદની ખાનગી હૉસ્પિટલ ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતાં ત્યારે આજે કોરોનાની સારવાર દરમિયાન તેઓનું અવસાન થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટર પર ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે.

વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

“‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા મારા આદર્શ શિક્ષક અને રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રીમનસુખભાઈ મહેતાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એજ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.ૐ શાંતિ”

ઉલ્લેખનીય છે કે મનસુખભાઇ મહેતાની છાપ મહેતા સાહેબ તરીકે જ હતી અને આરએસએસ ના તેઓ ચુસ્ત પાલનકર્તા હતા તેઓની હેઠળ અનેક યુવાઓ તૈયાર થયા છે કોમળ અને સત્ય હસતું સ્મિત તેઓની યાદોને સ્મરણ કરાવશે તેના કોઈ પણ વિદ્યાર્થી કે સ્વયં સેવક ને સીધો જ અડધી રાત્રીના ફોન કરવા અને તેનું તુરંત પરિણામ મેળવવા તેઓ હરહમેંશા તૈયાર રહેતા ત્યારે અચાનક જ મહેતા સાહેબ નું નિધન થતા રાજકોટમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે તો શિક્ષક જગત પણ એક સારા શિક્ષકની ખોટ સારસે ત્યારે મોરબી મીરરને પણ પ્રેરણાત્મક રહેલા મહેતા સાહેબના અવસાન થી મોરબી મિરરે પણ એક સારા માર્ગદર્શક ગુમાવ્યા છે ત્યારે ઈશ્વર તેના પરિવાર જનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!