Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન મોરબી સબ જેલની વિઝિટ કરતા રાજકોટ રેન્જ...

મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન મોરબી સબ જેલની વિઝિટ કરતા રાજકોટ રેન્જ આઇજી

આજરોજ મોરબી જીલ્લા માં રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ નુ વાર્ષિક ઇન્સ્પેકશન હોઈ, તે સંદર્ભે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી સબ જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઈઓ/બહેનોને મળી અને અને કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો જણાવવા કહ્યું હતું પરંતુ કોઈને રજુઆત કે ફરિયાદ ન હતી. ત્યાર બાદ રેન્જ આઇજી દ્વારા જેલ સુરક્ષા જેલ શીસ્ત અને સલામતી બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, તેમજ નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા, એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ, એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા , પીઆઇ કે. એ .વાળા તેમજ સંલગ્ન સ્ટાફ ની હાજર રહ્યા હતા.તેમજ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ તેમજ જેલર વિનોદ ચાવડા અને તમામ મોરબી સબ જેલ સ્ટાફ નો હાજર રહેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!