સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી રાજકોટ રેન્જ ટીમના હાથે ઝડપાયો છે. આરોપી અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ તથા મારામારીના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના અને રાજકોટ રેન્જના ટીમે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી પ્રદિપ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ ચાવડા, રહે. આંકડીયા, તા. વિંછીયા, જી. રાજકોટને ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ધાંધલપુર ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.રાજકોટ રેન્જ ટીમે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
આ કાર્યવાહિ પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના PSI પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિધવ, રાજુભાઈ પઢેરીયા તથા અજયવીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.






