રાજકોટમાં થોડા દિવસ પહેલા એક બંગલો માં ધાડ પાડવા આવેલ હથીયાર ધારી ખુંખાર પરપ્રાંતિય ગેંગ અને પોલીસ વચ્ચે શૂટ આઉટ થયું હતું અને આ ધાડપાડું ગેંગ ને ઝડપી લેવામાં આવી હતી.
જે કામગીરી માં ધાડ પાડવા ઘરમાંઘૂસતી ગેંગ ને ગુનો આચરે તે પહેલાં જ રાજકોટ એસઓજી દ્વારા જીવ ની બાજી લગાવીને ઝડપી પાડવામાં આવી હતી અને ગંભીર ગુનો આચરે તે પહેલાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા જેથી આ કામગીરીની ચોતરફ પ્રશંસા થઇ રહી છે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસઓજી ની આ બહાદુરીને બિરદાવી રાજકોટ એસઓજી પીઆઇ જે.ડી.ઝાલાને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.