ભાજપ કોંગ્રેસના આગેવાનો અને સમાંજના આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો : જો પોલીસ ઘટના સ્થળે સમય સર ન પહોંચી હોત તો કદાચ મામલો ગંભીર રૂપ ધારણ કરી લેત તેમાં કોઈ શંકાને સ્થાન નથી
મોરબીમાં પાલિકા વોર્ડ ન.1 ના ભાજપ ઉમેદવાર દેવા અવાડિયા કનું ઉર્ફે કર્નલ લાડવા વચ્ચે થઈ પ્રચાર મામલે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી થઈ હતી જેમાં પોલીસે ઘટના સ્થળે મધ્યસ્થી કરાવી શાંત પાળ્યો હતો બાદમાં બન્ને આગેવાનોને મામલો બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જો કેબન્ને આગેવાનો એક જ સમાજના હોય સમાજના આગેવાનો અને મોટા ગજાના રાજકારણીઓ દવાતા મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા મથામણ કરવામાં આવી રહી હતી જેમાં બન્ને પક્ષ તરફથી મધ્યસ્થી બાદ સમાધાન થતા અંતે ઘી ના ઠામ માં ઘી પડ્યું હતું ત્યારે કોઈએ પોલીસ ફરિયાદ ન નોંધાવતા અને બી ડિવિઝન પોલીસે બન્નેના નિવેદન લઈ અને બન્ને આગેવનોને જવા માટે મંજૂરી આપી હતી ઉલ્લેખનીય છે કે સવારે થયેલા સીન મામલે મોરબી બી ડીવીઝન પોલીસ જો ઘટના સ્થળે ન હોત તો આ બનાવ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોત ત્યારે હવે ઘી ના ઠામ માં ઘી પડી જતાં પોલીસે પણ રાહતનો દમ લીધો છે ત્યારે બીજી બાજુ મોરબીના આગામી સમયના પ્રજાના સેવકોની જ આવી શિસ્ત વિનાની હરકત થી પ્રજામાં પણ નકારાત્મક વલણ ઉભું થયું છે જે અત્યંત શરમજનક અને ખેદ ઉપજાવે તેવું છે ત્યારે આગામી સમયમાં ચૂંટાઈને આવ્યા બાદ આ આગેવાનો શુ ખરેખર મોરબીનું ભલું કરશે તેવો પ્રશ્ન પણ બુદ્ધિજીવીઓમાં ઘર કરી ગયો છે.