Wednesday, April 24, 2024
HomeGujaratટંકારા : અમરાપર ગામ તરફ જવાના રસ્તેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા...

ટંકારા : અમરાપર ગામ તરફ જવાના રસ્તેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, એક ફરાર

ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૧૪ ના રોજ બાતમીના આધારે ટંકારા ગામની સીમ અમરાપર ગામ તરફ જવાના રસ્તે મોટરસાયકલ નંબર જીજે-૩૬-એન-૦૮૮૪ ઉપર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા આરોપીઓ રાજેશભાઈ રણછોડભાઈ દુબરીયા (ઉ.વ.૪૪, રહે. ટંકારા ત્રણ હાટડી લક્ષ્મીનારાયણ મંદીર પાસે) અને બંસીભાઈ રાણાભાઈ અજાણા (ઉ.વ.૨૮ રહે. ટંકારા મઢવાળી શેરી) ને વિદેશી દારૂની બોટલો નંગ-૦૨ (કિં.રૂ ૬૦૦) તથા બાઈક (કિં.રૂ ૧૫,૦૦૦/-) મળી કુલ મુદ્દામાલ રૂ.૧૫,૬૦૦/- સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી દિનેશભાઈ રબારી (રહે. મોરબી) હાજર નહિં મળી આવતા ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!