Tuesday, July 7, 2026
HomeGujaratમોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી એલસીબીના...

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી ફરાર ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમો જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને શોધવા કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુ.ર. નં. 0763/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઇ), 116(બી) અને 81 મુજબના ગુનામાં ફરાર આરોપી હિતેષભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ‘ટકો’ રાજુભાઈ મુંધવા (ભરવાડ) મોરબીની ત્રાજપર ચોકડી નજીક હાજર હોવાની માહિતી મળી હતી. જેને લઇ મોરબી એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી જૂની એલ.સી.બી. કચેરી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી મૂળ માળીયા (મીં) તાલુકાના ચીખલી ગામનો રહેવાસી છે અને હાલ મોરબીના કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર વિસ્તારમાં રહે છે. ત્યારે પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!