Wednesday, May 15, 2024
HomeGujaratહળવદથી નવા અમરાપર જવાના રસ્તે ડમ્પરે સીએનજી રિક્ષાને ઠોકરે ચડાવતા રીક્ષા ચાલક...

હળવદથી નવા અમરાપર જવાના રસ્તે ડમ્પરે સીએનજી રિક્ષાને ઠોકરે ચડાવતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર હળવદથી અમરાપર જતા રસ્તા ઉપર ડમ્પર રજી.જીજે-૧૩-એડબલ્યુ-૨૨૯૭ ના ચાલકે પોતાબ હવાલાવાળું ડમ્પર ફૂલ-સ્પીડમાં અને બેદરકારી રીતે ચલાવી સીએનજી રીક્ષા રજી.જીજે-૩૬-ડબલ્યુ-૦૯૨૫ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં રીક્ષા-ચાલકને હાથ-પગ તેમજ મોઢા ઉપર તથા માથામાં ઈજાઓ પહોંચાડી હતી તેમજ રીક્ષાને નુકસાન પહોચાડી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા રીક્ષા ચાલક સંતોષભાઇ હીરાભાઇ કણઝરીયા ઉવ.૩૬ રહે-હાલ મોરબી મહેન્દ્રનગર ધર્મમંગલ સોસા. મુળ રહે-નવા અમરાપર તા-હળવદ દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!