ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજ રોજ મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ 2023 અન્વયે નવયુગ સ્કૂલ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા, પાર્કિંગ કરવા, ડોક્યુમેન્ટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક નિયમોના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં તા.11 મીથી 17મી જાન્યુઆરી દરમિયાન માર્ગ સલામતી સપ્તાહ-2023ની ઉજવણી અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.