Tuesday, April 23, 2024
HomeNewsMaliya Miyanaઆર આર સેલનો સપાટો : મોરબી જીલ્લા ફરજ બજાવતાં પોલીસકર્મીના ફાર્મ હાઉસમાં...

આર આર સેલનો સપાટો : મોરબી જીલ્લા ફરજ બજાવતાં પોલીસકર્મીના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દોરોડો પાડ્યો : બે હથિયારો અને દારૂ તેમજ બિયર પણ મળી આવ્યો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આર આર સેલનો સપાટો : મોરબી જીલ્લા ફરજ બજાવતાં પોલીસકર્મીના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દોરોડો પાડ્યો : બે હથિયારો અને દારૂ તેમજ બિયર પણ મળી આવ્યો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

લાંબા સમયથી મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં પોલીસકર્મી રાજેન્દ્રસિંહ બાલુભા ઝાલા ઉર્ફે રાજભા ના નવલખી નજીક આવેલા મકાનમાંથી જુગારધામ પકડાયું : સાત ઈસમો 6,96000/- ના મુદામાલ સાથે પકડાયા : મકાનમાં ચેકિંગ કરતાં બે ગેરકાયદેસર હથિયાર દારૂ અને બિયર પણ મળી આવ્યા પોલીસે આરોપી પોલીસકર્મી રાજભા વિરુદ્ધ જુદા જુદા ત્રણ ગુના નોંધ્યા.

રેન્જ આઈજી સંદીપ સિંઘ ના માર્ગદર્શન હેઠળ આર આર સેલના પીએસઆઇ જે એસ.ડેલા સહિતની ટીમે નવલખી નજીક આવેલા ફોરેસ્ટના સરકારી મકાન અને મોરબી માં લાંબા સમયથી ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલના કબ્જા ભોગવટા વાળા મકાન પર દોરડો પાડી સપાટો બોલાવ્યો હતો.

મોરબી જીલ્લામાં છેલ્લા આઠ વર્ષથી વધુને સમયથી ફરજ બજાવી રહેલા તેમાં પણ સૌથી વધુ 6 વર્ષ સુધી નવલખી ખાતે ફરજ બજાવી રહેલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે.પંચાસર તાં.મોરબી જી.મોરબી વાળો નવલખી અને ખીરસરા વચ્ચે ફોરેસ્ટના બંધ પડેલા સરકારી મકાનમાં કબજો કરી અને નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી રેન્જ આઈજી સંદીપ સિંઘ અને પીએસઆઇ જે એસ ડેલા સહિતના સ્ટાફને મળી હતી જેના આધારે રેન્જના પીએસઆઇ જે એસ ડેલા આઈજી પાસસે વોરન્ટ ઈસ્યુ કરાવી અને નવલખી અને વર્ષામેડી વચ્ચે ખીરસરા ના પાટિયા પાસે અવાવરું જગ્યામાં આવેલા ફોરેસ્ટના મકાનમાં દરોડો પાડ્યો હતો.જ્યાં નાલ ઉઘરાવી જુગાર રમતા પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે પંચાસર,ઘનશ્યામ કરશનભાઈ આદ્રોજા રહે.સોમનાથ,અવની પાર્ક મોરબી,જયંતિ ગાંડુંભાઈ ઠોરિયા રહે.સરદાર પેલેસ મોરબી,નવલસિહ પ્રભાતસિંહ જાડેજા રહે.ફાટસર તા.જી.મોરબી, નરેશ સવજીભાઈ વિડજા રહે. સિલ્વર પેલેસ બાલકેશ્વર મંદિર પાછળ બોની પાર્ક મોરબી, સંજય રણમલભાઈ લોખીલ રહે.મોટા દહીંસરા તા.માળીયા મી.જી.મોરબી, પરમાભાઈ સુરેશભાઈ પાસવાન રહે.ખીરસરા તા.માળીયા મી.જી.મોરબી વાળા મળી આવ્યા હતા જેમાં રોકડ રકમ ૬,૭૬,૩૪૦/-, સાત મોબાઈલ કિંમત ૨૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૯૬,૩૪૦/- રૂપિયાના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

જો કે આ વાત આટલે થી જ ન્હોતી અટકી ફોરેસ્ટના સરકારી ક્વાર્ટરમાં કબજો કરી બેઠલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલાના મકાનની તલાસી લેતા તેમાંથી બે ગેરકાયદેસર હથીયાર તેમજ દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો જે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી જો કે આ સમગ્ર ગુના મામલે પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા વિરુદ્ધ નાલ ઉઘરાવી જુગાર રમાડવા તેમજ દારૂ બિયરના જથ્થા મામલે પ્રોહીબિશન એકટ હેઠળ અને ગેરકાયદેસર હથિયારો મળી આવતા આમર્સ એકટ હેઠળ એમ કુલ મળી જુદા જુદા ત્રણ ગુનાઓ આર આર સેલ દ્વારા માળીયા મિયાણા પોલીસમથકે નોંધાવવામાં આવ્યા છે આ દરોડાના સમાચાર ઉચ્ચ અધિકારીઓ ને મળતા જ મોરબી એસપી એસ.આર.ઓડેદરા,ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને બે કલાક પોલીસકર્મી રાજભાની કડક પૂછપરછ હાથ ધરી હતી ત્યારે ખુદ પોલીસકર્મી જ ગુનાહિત કૃત્યો અને હિંન્ન પ્રવૃતિઓ સાથે પકડાઈ જતાં મોરબી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલાની જુગારના ગુનામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી માળીયા મિયાણા પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!