મોરબીની સરકારી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ સમસ્યા સર્જાતા હતી જેથી લોકો મુશ્કેલી અનુભવતા હતા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજ્ગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આરોગ્ય મંત્રીને રજુઆત કરીબસમસ્યાનો નિવેડો લાવવા માંગ કરાતા રાજય સરકાર દ્વારા મોરબી સરકારી હોસ્પીટલને રૂ.૯૭.૬૩ લાખ રકમ ફાળવવામા આવી છે.
મોરબીની સરકારી હોસ્પિટલમાં ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા રકમ ફાળવવામાં આવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સ્થાનીક સતાધીશો તેમજ સરકારી અધિકારીઓ અને પબ્લિક હેલ્થ યુનિટ ( PIU ) ના અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરી તાત્કાલિક શરૂ કરાવવા સુચના આપેલ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબીની સરકારી હોસ્પીટલમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હતા જેની મંત્રી દ્વારા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપેલી જેનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ હતો.પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ રકમ ફાળવતા આ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે. જેથી શહેરીજનો પણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.