Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જિલ્લાની ૭૧ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓને રોકડ અનુદાન તથા સન્માનપત્ર આપી...

મોરબી જિલ્લાની ૭૧ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓને રોકડ અનુદાન તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા

ગામડાઓનો શહેરી વિસ્તાર જેવો વિકાસ થાય અને છેવાડાના નાગરિકને પુરતી પ્રાથમિક સવલતો મળી રહે તેવી રાજય સરકારની નેમ છે: રાજયમંત્રી કિર્તિસિંહ વાઘેલા

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીના ટાઉનહોલ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ અને સહાય ચુકવણી હુકમો એનાયત તેમજ જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓનો સન્માનિત કરવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ મોરબી ટાઉન હોલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ગામડાઓનો શહેરી વિસ્તાર જેવો વિકાસ થાય અને છેવાડાના નાગરિકને પુરતી પ્રાથમિક સવલતો મળી રહે તેવી રાજય સરકારની નેમ છે. તેમણે વધુમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શહેરીજનો જેવી જ રસ્તા, વિજળી, ગટર, પાણી, શિક્ષણ અને આરોગ્યની તમામ પ્રકારની આધુનિક માળખાકિય સુવિધાઓ મળતી થયેલ હોવાનું વધુમાં જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮ના પ્રથમ ફેસમાં ૯૧૧ ના લક્ષ્યાંક સામે ૮૨૯ આવાસોના કામ પર્ણ થયેલ છે અને બાકીના આવાસોનું કામ પ્રગતિમાં છે. વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના બીજા ફેસમાં ૬૭૦ આવાસોના લક્ષ્યાંક સામે ૨૫૪ આવાસોનું કામ પૂર્ણ થયેલ છે. આમ બંને ફેસના કુલ ૧૫૮૧ ના લક્ષ્યાંક સામે ૧૦૮૩ આવાસોનું કામ પૂર્ણ થતાં જિલ્લામાં ૬૮.૫૦ ટકા કામગીરી થયેલ હોવાનું રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજયમંત્રીએ સમરસ ગ્રામ પંચાયત યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ સમરસ ગ્રામ પંચાયત યોજનાના પરિણામે મોરબી જિલ્લામાં ૭૧ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે તે તમામ અભિનંદનને પાત્ર છે. રાજયમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી અને મકાન સહાયના હુકમો એનાયત કરાયા હતાં. ઉપરાંત જિલ્લાની ૭૧ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓને રોકડ અનુદાન તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતાં.

આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, ઈશિતાબેન મેર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ સોલંકી, અગ્રણીઓ દુર્લભજીભાઇ દેથરીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જીજ્ઞેશભાઇ કૈલા, જયુભા જાડેજા, મનુભાઇ સારેસા, જયંતિભાઇ પડસુંબિયા, કિશોરભાઇ ચીખલીયા, પ્રવિણભાઇ સોનગ્રા, જેઠાભાઇ પારેઘી, સંગીતાબેન ભીમાણી, રાકેશભાઇ કાવર, પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થીઓ, જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચઓ, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં  હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!