ટંકારાના મિતાણા ચોકડી નજીકથી લોખંડના ભંગાર ચોરથી ગેંગને ચોરાઉ ભંગારના જથ્થા સાથે ઝડપી લઈ ટંકારા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનને પગલે ટંકારા પોલીસ મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી આ દરમ્યાન એક એક શંકાસ્પદ સી.એન.જી. ઓટો રિક્ષા પસાર થઈ હતી જેને પોલીસે રોકવાનું કહેવા છતાં રીક્ષા ચાલકે રિક્ષા ઉભી ન રાખતા પોલીસને પૂરૂ શંકા ગઈ હતી. જેને પગલે પોલીસે પીછો કરી રીક્ષા અટકાવતા તેમાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર ઝડપાયો હતો.
પોલીસે રાહુલ મોહનભાઈ ચાંડપા (ઉ.વ. ૨૦) રહે.જંગલેશ્વર રાજકોટ, ભરત નાનજીભાઈ ટોયટા (ઉ.વ .૨૨) રહે. વાછકપર બેડી તા.જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા (ઉ.વ. ૨૦) રહે.જંગલેશ્વર રાજકોટને પકડી લઈ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જેની પૂછપરછ દરમિયાન ચોર ગેંગે ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા બ્રીજ પર ચાલતા કંસ્ટ્રકશન પરથી લોખંડનો ભંગાર ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે લોખંડનો ભંગાર આશરે ૧૦૦ કિલોગ્રામ કિ.રૂ .૧૦૦૦, શેરડીના રસ કાઢવાનું મશીન કિ.રૂ .૨૦૦૦, સી.એન.જી. ઓટો રિક્ષા નં G – J – 03 – BU – 4111 કિ – રૂ ૫૦૦૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.