Wednesday, May 8, 2024
HomeGujarat'આપણી સરહદને ઓળખો' કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની ત્રણ વિદ્યાર્થીનીઓની પસંદગી

‘આપણી સરહદને ઓળખો’ કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની ત્રણ વિદ્યાર્થીનીઓની પસંદગી

ગુજરાત સરકાર પ્રેરિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા આયોજિત ‘આપણી સરહદ ઓળખો’ પ્રવાસી કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારના આપણી સરહદને ઓળખો કાર્યક્રમમાં મોરબીમાંથી નવયુગ મહિલા સાયન્સ કોલેજની ૩ વિદ્યાર્થીનીઓ કંઝારીયા શિતલ, ગુલશાદ શેરસીયા, તન્વી અઘારાનું સિલેક્શન થયેલ છે. આ પ્રોગામમાં સિલેક્ટ થવાની લાયકાતમાં NCC અને જિલ્લા/રાજ્યકક્ષાએ રમત ગમતમાં વિજેતા હોવું અનિવાર્ય છે. આ સમગ્ર કાર્યક્રમ ૧૧ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. જેમાં ગુજરાતના ૪૫ જેટલા સ્થળોની મુલાકાત કરેલ જેવા કે, કચ્છનું મ્યુઝિયમ, સ્મૃતિવન મેમોરીયલ, પ્રાગ મહેલ, કાળો ડુંગર, ભેડીયાબેટ, સફેદ રણ, ધિણૉ ડુંગર, માતાના મઢ, લખપત કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ બંદર, માંડવી, અંજાર, કંડલા પોર્ટ, નાડાબેટ જેવા સ્થળોની મુલાકાત લઈને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિથી માહિતગાર કરાયા છે. આ કાર્યક્રમનો તમામ ખર્ચ સરકાર આપે છે. આ કાર્યક્રમમાં સિલેક્ટ થવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ સ્ટુડન્ટ્સને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!