Saturday, November 15, 2025
HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલ ખાતે હૃદય, કિડની અને ફેફસાની એક સાથે લાગુ પડેલા...

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે હૃદય, કિડની અને ફેફસાની એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર કરાઈ

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક હૃદય, કિડની અને ફેફસામાં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજાની સારવારમાં દાખલ થયા હતા, જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે, દર્દીનું હૃદય ખુબ જ નબળું પડી ગયું હતુ, હૃદયનું પંપીંગ કાર્ય માત્ર 20% હતું, કિડની પર ડેમેજ થયું હતુ, પલ્મોનરી ઇડિમા થયુ હતું, પેશાબની કોથળીમાં ચેપ લાગેલો હતો, ઈલેક્ટ્રો લાઇટ્સનુ નોર્મલ લેવલ ડિસ્ટર્બ થઈ ગયુ હતુ. આમ આવી અનેક ગંભીર બીમારી હોવા છતા ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા દર્દીની માત્ર 5 દિવસમાં હોસ્પીટલમાંથી રજા કરવામાં આવી હતી. આમ મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા અનેક ક્રિટિકલ દર્દીઓની ખૂબ સફળતાપૂર્વક સારવાર થતા દર્દીઓને નવજીવન મડયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!