વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં સેન્સો સીરામીક નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે પ્લાસ્ટિકનું બાચકું લઈને જતા પાર્થ ઉર્ફે ધાર્મીક બાબુભાઈ નાયકપરા ઉવ.૩૬ રહે.પટેલ રેસીડન્સી આલાપ રોડ મોરબી વાળાને વિદેશી દારૂની ઓલ સીઝન ગોલ્ડન વ્હિસ્કીની ત્રણ બોટલ કિ.રૂ.૨,૨૪૧/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






