માળીયા તાલુકાનાં બગસરા ગામે પીવાનાં પાણીનાં પાણીની તંગી જોવા મળી રહી છે. છેલ્લા ૨૦-૨૫ દિવસથી પાણી ન આવતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પાણીની તંગીને લઈ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આશરે ૨૦૦૦ની વસ્તી અને ૭૦૦ જેટલા માલઢોર છે ત્યારે અવેળામાં પાણી ખરાબ હોય અને કુવા પણ ખાલી હોય ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આજ રોજ ગામની મહિલાઓએ ગામનાં ચોકમાં પાણીનાં બેળા ઘા કરી રોષ પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો આગામી પાંચ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહિં આવે તો પાણી પુરવઠા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
માળીયાનાં બગસરા ગામે પીવાનાં પાણીનાં ધાંધિયા, ગ્રામજનોમાં રોષ
- Advertisement -
- Advertisement -