મોરબી શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણી માસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ શ્રાવણીયો જુગારની મોસમ પુરબહાર ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગારની મોસમ ભીમ અગિયારસથી જ શરૂ થઇ જતી હોય છે. ત્યારે મોરબી પોલીસ પણ સતર્ક થઈ છે અને ઠેર ઠેર રેડ કરી આવા જુગારના નશામાં ચૂર પત્તા પ્રેમીઓની અટકાયત કરી રહી છે. તેવામાં ગઈકાલે પોલીસે ઠેર ઠેર રેડ ૨૦ પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. જયારે ત્રણ જુગારીઓ ફરાર થતા છે. જે તમામ પાસેથી કુલ રૂ.123,640 નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બનાવની મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રાતીદેવળી ગામે સ્મશાન પાસે અમુક ઈસમો ટોળુંવાળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે રેડ પાડતા પ્રવિણસિંહ દિલુભા ઝાલા નામનો આરોપી ઝડપાયો હતો. જયારે જયસુખ ગોવિંદભાઈ વોરા, દેવશી ગોવિંદભાઈ વોરા અને રમેશ ગોવિંદભાઈ સોલંકી એમ ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જેઓને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે. અને પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. તેમજ સ્થળ પરથી પોલીસે રૂ.૧૩૪૫૦નો મુદ્દમાલ કબ્જે કર્યો છે. તો બીજી તરફ વાંકાનેર સીટી પોલીસે પણ ગુજારીઓ સામે તવાઈ બોલાવી છે. પોલીસે બાતમીના આધારે વાંકાનેરનાં ભરવાડપરા વિસ્તારમાં દરોડો પાડી ભરવાડપરા શેરી નં-૪માં જાહેરમા જુગાર રમતા બીજલ મોમભાઈ ફાંગલીયા, લક્ષ્મણ દેવાભાઈ ગમારા, રતા રવાભાઈ ડાંગર અને વિપુલ નાજાભાઇ ગોહેલની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી વાંકાનેર સીટી પોલીસને કુલ રૂ.૧૧,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બીજી તરફ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો જયારે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સિંધાવદર ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક લોકો ગોળકુડાળુ વળી કંઈક ગેરકાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી પ્રવિણ ખીમાભાઇ બાંભવા, રામજી ઉર્ફે સંજય નવઘણભાઇ ફાંગલીયા, દિનેશ ઉર્ફે ઘોઘા જગજીવનભાઇ ચાવડા, દિપક મગનભાઇ મકવાણા, મનોજ ઉર્ફે ભુપી પ્રેમજીભાઇ સીતાપરા, ભરત નવઘણભાઇ ફાંગલીયા, રાયમલ રણછોડભાઇ ફાંગલીયા, રાયધન દેવાભાઇ બાંભવા, કિશોર ચંદુભાઇ સાકરીયા અને રામજી ઉર્ફે બાબો ટીનાભાઇ દંતેસરીયા એમ દસ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમની અટકાયત કરી વાંકાનેર તાલુકા પોલીસે રોકડ રૂપીયા ૭૨,૯૯૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ અન્ય બનાવમાં મોરબી સીટી બી ડિવિઝનના સ્ટાફે બાતમીના આધારે કોસ્મો સિરામીક સામે કાણધ્રી વિસ્તારમાં રેડ પાડી જાહેરમાં જુગાર રમતા વિજય ધરમશીભાઇ સાતોલા, વિજય પ્રેમજીભાઇ વાઘેલા, રણજીત પ્રેમજીભાઇ વાઘેલા, મેહુલ અમરશીભાઇ બારૈયા અને વિશાલ મુકેશભાઇ પટેલ એમ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે અને કુલ રોકડા રકમ રૂ. ૨૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.