મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂ જુગાર ને પ્રવૃત્તિને ડામવા માટે ઠેર ઠેર દરોડા પડવામાં આવી રહયા છે જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તેમજ ટંકારામાં દરોડા પાડી જુગાર રમતા છ શખસો ને ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં ટંકારામાં કોળી વાસના ચોકમાં જાહેરમાં જુગાર રમતા પોપટભાઇ બાધાભાઈ ડાભી (ઉ.વ.૨૫ રહે.કોડીવાસ, ટંકારા), પરેશભાઈ વસરામ ભાઈ બાબરીયા (ઉ.વ.૨૯ રહે કોળી વાસ ટંકારા) અને પંકરભાઈ વેરશીભાઈ બાબરીયા (ઉ.વ.૨૯ રહે કોળી વાસ ટંકારા) વાળાને કુલ રૂ ૫૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી.
જ્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં જુગાર રમતા પ્રવીણભાઈ શામજીભાઈ વિરસોડિયા (ઉ.વ.૪૦) મનુભાઈ સાંમતભાઈ વિરસોડિયા (ઉ.વ.૩૨) અને ભુપત છનાભાઈ બારૈયા (ઉ.વ.૩૬ રહે.ત્રણેય તીથવા) વાળાને રૂ.૧૦૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.