Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાના ખરેડા ગામે જાહેરમાં જુગાર રમતા છ પકડાયા

મોરબી તાલુકાના ખરેડા ગામે જાહેરમાં જુગાર રમતા છ પકડાયા

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ આજરોજ પીઆઈ એમ. આર. ગોઢાણીયા તથા તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલીંગમાં હોય આ દરમ્યાન મળેલ બાતમી આધારે દરોડો પાડી ખરેડા ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા આરોપીઓ શૈલેષભાઇ અમુભાઇ ગૌસ્વામી, દેવશીભાઇ કરશનભાઇ ચાપણી, ચંદુલાલ ચતુરભાઇ ડઢાણીયા, ડાયાભાઇ બીજલભાઇ ડાભી, ચતુરભાઇ નાનજીભાઇ ડઢાણીયા, તથા નરેશભાઇ લક્ષ્મણભાઇ કુંગસીયાને રોકડ રૂ. 32,000/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!