Wednesday, July 17, 2024
HomeGujaratહળવદ માં તસ્કરોના ધામા : વધુ બે મકાનમાંથી 90 હજારની રોકડ સહિત...

હળવદ માં તસ્કરોના ધામા : વધુ બે મકાનમાંથી 90 હજારની રોકડ સહિત લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી

હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરીનગર ગોલ્ડ સોસાયટીને તસ્કરો એ નિશાન બનાવી હતી. બે મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ 90 હજારની રોકડ સહિત સોના, ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી ગયાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

શિયાળા ની કડકડતી ઠંડી નો લાભ લઇ તસ્કરો બેફામ બન્યા છે જેમાં ગઈકાલે હળવદ શહેરના સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા કૈલાશ ગીરી ગોસ્વામી પિતાના પરીવાર સાથે બહાર ગામ ગયા હતા જે દરમિયાન ચોરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાના બે ચેઈન,સોનાની છ વીંટી અને એક ચાંદીની લક્કી તેમજ 70 હજાર રોકડ ઉસેડી ગયા હતા તથા અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું હતું.તથા આલાપ ટાઉનશીપમાં રહેતા હરેશભાઈ પણ પોતાના પરીવાર સાથે બહાર ગયા હતા આ દરમિયાન તસ્કરોએ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની બુટ્ટી અને વીસ હજાર રોકડ લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટનાને પગલે હળવદ પોલીસે દોડી જઇ સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!