મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવીને એક જ રાતમાં પચીસ થી ત્રીસ દુકાનોનાં તાળા તોડીને લાખોના મુદ્દામાલની ચોરી કરી હોવાનો અંદાજ હાલ લગાડવામાં આવી રહ્યો છે. જે મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા ૧ અને ૨ માં ગઈકાલે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ એક સાથે પચીસથી ત્રીસ દુકાનોના તાળા તોડી દુકાનોમાં ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી કેટલા માલ મતાની ચોરી થઈ તે ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ બનાવ અંગે દુકાન માલિકોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના વિસ્તારોના CCTV ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે.