ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં રહેતા અને લેથકામનો ધંધો કરતા બિપીનભાઇ નરભેરામભાઇ દેત્રોજા (ઉં.વ.૩૧) એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૩ મેના રોજ ફરીયાદીએ પોતાની મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ સામે, ત્રિમુર્તિ ચેમ્બરમાં, શ્યામ એન્જીનીયરીંગ નામની દુકાનની સામે ખુલ્લી જગ્યામાં રાખેલ પેડેશન બનાવવા માટેના નાના-મોટા લોખંડના પાઇપ નંગ-૦૪ આશરે ૪૮૦ કિલો ગ્રામ વજનના કિં.રૂ.૧૮,૨૪૦ ની કોઈ ચોરી કરી ગયું હતું તથા દેવેન્દ્રભાઇ અમરશીભાઇ કાલરીયાની લાલપર ગામ પાસે, ઇન્કમટેક્ષની ઓફીસની બાજુમાં શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામની કન્વર બેલ્ટ નામની દુકાન બહાર રાખેલ લોખંડના કન્વેનર ડ્રમ નંગ ૨ આશરે ૧૩૦ કિ.ગ્રા વજનના કિં.રૂ.૧૦,૦૦૦ તેમજ સંજયભાઇ રામચંદ્રભાઇ બોરાએ પોતાના રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની કંપાઉન્ડની દિવાલ બહાર રાખેલ લોખંડનો આશરે ૧૪૦ કિ.ગ્રા.નો ફેબ્રિકેશનનો સેટ-૦૧ કિં.રૂ.૬,૦૦૦ નો મળી કુલ રૂ.૩૪,૨૪૦ ના મત્તાની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. મોરબી તાલુકા પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.