Sunday, January 5, 2025
HomeGujaratગ્રેડ પે વધારવા પોલીસકર્મીઓએ છેડયું સોશિયલ મીડિયા આંદોલન: યોગ્ય કરવાની ગૃહરાજ્યમંત્રીએ આપી...

ગ્રેડ પે વધારવા પોલીસકર્મીઓએ છેડયું સોશિયલ મીડિયા આંદોલન: યોગ્ય કરવાની ગૃહરાજ્યમંત્રીએ આપી ખાતરી

તાજેતરમાં ST વિભાગના કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ ગ્રામ પંચાયતમાં કામ કરતા કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી હવે ગ્રેડ પે વધારવાની માંગને લઈને પોલીસ કર્મીઓ પણ આંદોલનના માર્ગે વળ્યાં છે. શિસ્તના હિમાયતી ગણાતા પોલીસ કર્મીઓએ સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે.

- Advertisement -
- Advertisement -

રાજયમાં ભુપેન્દ્ર પટેલની સરકાર સામે જૂની માંગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે
રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ગ્રેડ-પેને લઇને સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલન મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. તેવામાં આચારસહિંતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા ક્મારે એક પરિપત્ર જાહેર કરીને સોશિયલ મીડિયા પર આચારસહિંતાના ભંગ થતી ટીપ્પણી ન કરવા સુચના આપી છે.મહત્ત્વની વાત છે કે સરકારના અલગ-અલગ વિભાગના કર્મચારીઓના દબાણ કારણે સરકાર કર્મચારીઓના ગ્રેડ-પેના ભથ્થામાં સુધારા કરી રહી છે. તેથી ગ્રેડ-પેમાં સુધારો કરવામાં આવે તેવી માગણી પોલીસકર્મીઓ પણ કરી રહ્યા છે. પોલીસકર્મીઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે, ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને જે ગ્રેડ-પે આપવામાં આવે છે તેમાં વધારો કરીને ASIને 4200, હેડ કોન્સ્ટેબલને 3600 અને કોન્સ્ટેબલને 2800 ગ્રેડ-પે આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓને વર્ષોથી આપવામાં આવતા ભથ્થામાં પણ વધારો કરવામાં આવે.

તો કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે, ગુજરાત પોલીસનો ગ્રેડ-પે ઓછામાં ઓછો કેમ? ગુજરાત ભારતમાં GDPમાં 5માં ક્રમ પર આવે છે અને માથાદીઠ આવકમાં 10માં ક્રમે આવે છે. ગુજરાતનો GDP 16.48 લાખ કરોડ છે. ગુજરાતથી ઓછો GDP હોય હોય તે રાજ્યમાં સૌથી નીચી કક્ષાના પોલીસ કર્મચારીને 39530 રૂપિયા પગાર આવે છે. પણ ગુજરાત આટલું તો ગરબ નથી કે તેના મહત્ત્વના ખાતાના કર્મચારીને આટલો ઓછો પગાર શા માટે આપે છે? ગુજરાતના પોલીસ કર્મચારીઓની સાથે આટલો અન્યાય કેમ?

આ બાબતે વડોદરામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બાબતે ચોક્કસ વિચારણા કરવામાં આવશે. માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ પણ કરીશું. આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!