Saturday, April 27, 2024
HomeGujaratટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂંક કરાશે

ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂંક કરાશે

ઉમેદવારોએ ૩૧ જુલાઈ સુધીમાં ટંકારા મામલતદાર ખાતે અરજી મોકલવાની રહેશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષ-૨૦૨૧ના પ્રથમ વર્ષના બીજા સત્ર માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકાર એ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ પૈકી સંચાલક તરીકે ૫, રસોઇયા તરીકે ૬ અને મદદનીશ તરીકે ૪૮ જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂંક કરવાની થાય છે. સરકાર દ્વારા નિયત કરેલ માસીક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે યોગ્ય લાયકાત અને મર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ અંગેના અરજી ફોર્મ મામલતદાર કચેરી ટંકારા ખાતેથી મેળવી નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો સાથે ૩૧ જુલાઈ સુધીમાં રજૂ કરવાના રહેશે.

ટંકારા તાલુકાના ટંકારા કુ. શાળા, ટંકારા કન્યા શાળા, જબલપુર શાળા, અમરાપર પ્રા.શાળા, કલ્યાણપર શાળા, ગાયત્રીનગર શાળા, લખધીરગઢ પ્રા. શાળા, નાના ખીજડીયા શાળા, મેધપર (ઝા) પ્રા.શાળા, નેસડા(ખા) પ્રા.શાળા, ગજડી પ્રા.શાળા, લજાઇ કન્યા શાળા, ઓટાળા પ્રા.શાળા, વિરપર (મ્) પ્રા શાળા, જુના નસીતપર પ્રા.શાળા, હડમતીયા ક. શાળા, સજનપર પ્રા.શાળા, ટોળ પ્રા.શાળા, મીતાણા તા શાળા, પ્રભુનગર પ્રા.શાળા, હરબટીયાળી પ્રા.શાળા, છત્તર પ્રા.શાળા, હરીપર (ભુ) પ્રા.શાળા, ભુતકોટડા પ્રા.શાળા, જીવાપર (ટં) પ્રા.શાળા, નેકનામ કુ. શાળા, નેકનામ કન્યા શાળા, રોહીશાળા પ્રા.શાળા, વાછકપર પ્રા.શાળા, ધ્રોલીયા પ્રા.શાળા, સરાયા તા. શાળા, જયનગર પ્રા.શાળા, નેસડા (સુ) પ્રા.શાળા, હીરાપરા પ્રા.શાળા, ગણેશપર પ્રા.શાળા, વિરવાવ પ્રા.શાળા, આંબેડકરનગર શાળા વિરવાવ, જોધપર (ઝા) પ્રા.શાળા, શકિતનગર પ્રા.શાળા, બંગાવડી પ્રા.શાળા, ઉમીયાનગર પ્રા.શાળા, ખાખર પ્રા.શાળા, ખાતે સંચાલક, રસોયા, અને મદદનીશની નિયત કરેલ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે. ભરતી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ વિગતો ટંકારા મામલતદારશ્રી દ્વારા કરાયેલ ભરતી અંગેની જાહેરાત નિયમોને આધિન કરવામાં આવશે.

અરજકર્તા ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ પ્રથમ પ્રયત્ન કરવા છતા એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ. મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચૂંટાયેલા, હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. કેન્દ્ર રાજય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ. હોમગાર્ડ ગૃહ રક્ષકદળના સભ્ય હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ હોય કે બરતરફ થયેલ હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. રાજય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજય કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી, કર્મચારી ઓના પતિ, પત્ની, પુત્ર, પુત્રી કે જે તેઓના આશ્રિત હોય તે અરજી કરી શકશે નહિ. શાકભાજી, મરી-મસાલા, કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય વ્યકિત અથવા કોઇપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યકિત અરજી કરી શકશે નહિ. અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતીઓ સબબ છુટા કરેલ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી. જે ઉમેદવારને ઇન્ટરવ્યુંમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. સ્વૈચ્છીક સંસ્થાઓ, ટ્રસ્ટો પણ અરજી કરી શકશે તેમની પ્રવૃતિનો બાયોડેટા તથા સંસ્થાના જે કર્મચારી ને કામગીરી સોપવાની હોય તેમની વિગત રજૂ કરવાની રહેશે. વધુ જાણકારી માટે મામલતદાર કચેરી ટંકારા નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર ટંકારાની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!