Friday, March 29, 2024
HomeGujaratઆગામી રવિવારે મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી...

આગામી રવિવારે મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક

મોરબીમાં આગામી તા.૨૫ને રવિવારે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહેશે અને મોંઘવારી, રાજ્ય અને દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રસંગ હોલ, જીઆઈડીસી, સંસ્કાર
ધામ ઇમેજીંગ સેન્ટર સામે યોજાનાર આ કારોબારીમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો તેમજ પ્રદેશ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેવાના હોય તો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો, હોદેદારો-કાર્યકર્તાઓ, જિલ્લાની તમામ પાંખોના હોદેદારો-કાર્યકર્તાઓ તેમજ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચુંટાયેલ સભ્યઓ, હારેલા ઉમેદવારો સર્વને આ બેઠકમાં અચૂક હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે યોજાનાર આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલ કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલને આવકારવા, અભિનંદન આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હોય તમામ અગ્રણી, હોદેદારો અને કાર્યકરોએ હાજર રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!