Thursday, December 26, 2024
HomeGujaratમોરબી સહિત રાજ્યભરના ધોરણ ૧૦ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ પાંચમી ફેબ્રુઆરીથી પાંચમી માર્ચ...

મોરબી સહિત રાજ્યભરના ધોરણ ૧૦ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ પાંચમી ફેબ્રુઆરીથી પાંચમી માર્ચ દરમ્યાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાના સંચાલકો , આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમ વર્ષ-૨૦૨૧ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ:-૦૫/૦૨/૨૦૨૧ થી તારીખ ૦૫/૦૩/૨૦૨૧ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમાના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!