મોરબી જીલ્લો બન્યા બાદ પરિસ્થિતિ નો તાગ મેળવવા સીએમ, ડે.સીએમ મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે આજે એટલે કે તા. ૦૫ જુલાઈ આ રોજ મૂળ મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના બહાદૂરગઢ ગામના વતની અને હાલના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની આકસ્મિક મુલાકાતે આવ્યા છે જેમાં સવારે દસ વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની વીઝીટ લઈ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે રિવ્યુ મીટીંગ લીધી હતી અને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની માહિતી મેળવી હતી. આ સાથે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીસીટીવી કન્ટ્રોલ રૂમ તથા એસપી ઓફિસની પણ મુલાકાત લીધી હતી. આ તકે રેન્જ આઈજી સંદિપ સિંઘ, મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.