Thursday, March 28, 2024
HomeGujaratટંકારા : વિદેશી દારૂની ૩ બોટલો સાથે બે ઝડપાયા

ટંકારા : વિદેશી દારૂની ૩ બોટલો સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. 4ના રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન જીવાપરથી વાલાસણ તરફ જવાના કાચા રસ્તે માતાજીના મંદિર તરફ જવાના રસ્તે પવનચક્કી પાસેથી પરેશભાઇ વસરામભાઇ દેગામા (ઉ.વ.૨૩) અને રવીભાઇ વિનોદભાઇ મકવાણા (ઉ.વ. ૨૨)ને એક્ટિવામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂ મેકડોવેલ્સ નં. ૦૧ સુપીરીયર વ્હિસ્કીની શીલબંધ બોટલો નંગ ૦૩ (કિં.રૂ.૧૧૨૫/-)ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ અને એક્ટીવા મળી કુલ રૂ. ૧૧,૧૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!