રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલ એક પછી એક જગ્યાએ વિદેશી અને દેશી દારૂના જથ્થા સાથે બૂટલેગરો પર ત્રાટકી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કેં ટી કામરીયા ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પીએસઆઈ એ ડી ચાવડાએ આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભોલાદ નજીક થી વિદેશી દારૂ ભરેલ ટ્રક ને પકડી પાડવામાં આવ્યો છે જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલેં ભોલાદગામ નજીક વટામણ ભાવનગર હાઇવે પર આવેલી વછરાજ હોટેલ નજીકથી ૧૦ લાખનો વિદેશી દારૂ, ટ્રક કિંમત રૂપિયા ૧૦ દસ લાખ,પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૨૫૦૦૦/-,રોકડ રૂપિયા ૩૩૪૪૦/- મળી કુલ રૂપિયા ૨૩,૯૭,૩૩૫/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ટ્રકનો ડ્રાઈવર ઇમરાન યાકુબ ભાઈ મકવાણા,પ્રકાશ ગેમાજી મેઘવાળ,રમેશચંદ્ર ઉમેદ્રમજી મેઘવાળ અને આ જથ્થો મંગાવનાર રણજીતસિંહ ઉર્ફે ચેતનભાઈ ભીખુભાઈ ચૌહાણ ની ધરપકડ કરી ધંધુકા તાલુકાના કોઠ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે આ ગુનામાં અન્ય મુખ્ય પાંચ આરોપીઓ કિશન ગણેશભાઈ કુમાવત,જગ્યા આપનાર દેવેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઈ લાખુભાઈ,કાળુભાઇ વેલ્ડિંગ વાળા,ભના વાઘેલા,કનું મિસ્ત્રી નામ ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા રાજ્ય ભરમાંથી દેશી વિદેશી દારૂ અને જુગાર સહિતના અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના ધામાં નાખવામાં આવ્યા હોવાનું અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.