Friday, December 27, 2024
HomeGujaratજુના દેવળીયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : ચાર પકડાયા,...

જુના દેવળીયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : ચાર પકડાયા, છ ફરાર

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડયા છે. જેમાં ચાર આરોપીઓને પકડી લેવાયા છે. જ્યારે જુગારની ક્લબ ચલાવનાર સહિત છ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા ૫૬ હજારની રોકડ તેમજ બે મોબાઇલ સહિત ૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પોલીસ હળવદ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમી ટેસ્ટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી હતી. જેથી, ગત રાત્રીના ત્યાં રેડ પાડવામાં આવતા જુગારધામ પકડાયું હતું. જુના દેવળીયા ખાતે રહેતા મનસુખભાઈ બચુભાઈ નામનો શખ્સ તેના મકાનની બાજુમાં તેની કબ્જાની જમીનમાં બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવતો હોય ત્યારે ગત રાત્રીના પણ જુગારધામ ચાલતું હોય, તે વેળાએ સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડતા રાજદીપસીહ ઉર્ફે રાજભા પરમાર (રહે જુના દેવળીયા), ભરતભાઈ દેવજીભાઈ ઠાકોર (રહે જુના દેવળીયા), પ્રકાશભાઈ પ્રભુભાઈ કણજારીયા (રહે ધનાળા) અને નરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર (રહે સુસવાવ)ને પકડી પાડયા હતા.

જ્યારે રેડ દરમિયાન જુગારધામ ચલાવનાર મનસુખભાઈ બચુભાઈ (રહે જુના દેવળીયા) તેમજ રમેશભાઈ પ્રભુભાઈ ચરમારી (રહે જુના દેવળીયા), સુરેશભાઈ દેવજીભાઈ ભીમાણી (રહે જુના દેવળીયા), રમેશભાઈ ગોવિંદભાઈ રબારી (રહે જુના દેવળીયા), સંજયભાઈ છનાભાઇ ચરમારી (રહે જુના દેવળીયા) અને પ્રતાપભાઈ ભીખુભાઈ રાજપૂત (રહે સુસવાવ) સહિત છ આરોપીઓ નાસી છૂટયા હતા. પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૫૬,૭૨૦ની રોકડ રકમ તેમજ બે મોબાઇલ કિં.રૂ. ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૬૬,૭૨૦નો મુદ્દામાલ કબજે લઇ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!