મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કર્યા કેટલાક મહત્વના નિર્ણયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ વર્ષની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે.
પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર પહોંચી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ વર્ષ સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.