પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન અને બી ડિવિઝન પોલીસે ગતરાત્રે રાત્રી કફર્યુ હોવા છતાં રવાપર રોડ ખુશ બેકરી એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર રાજેશભાઈ ચુનિલાલ કાથરાણી (ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે. એવન્યુ પાર્ક -૬ રવાપર રોડ મોરબી) તેમજ મોરબીના ગ્રીન ચોક મેઇન રોડ ઉપર રાત્રી કરફ્યુમાં ગૌતમ વેફર્સ નામની ખુલ્લી રાખી વેપાર કરતા નિલેષભાઇ ખીમચંદભાઇ કાલાવાડીયા (ઉ.વ.૫૩ ધંધો. વેપાર રહે. મોરબી નાગનાથ શેરી દરબારગઢ રોડ ગ્રીન ચોક),જેલ રોડ પર જે.કે. નામની હોટલ ખુલ્લી રાખી વેપાર કરતા શિવશંકરભાઇ કેશવલાલ જોષી (ઉ.વ.૪૮), જુના બસ સ્ટેન્ડ પાછળ ઈદમસ્જીદ દરગાહ સામે તકદીર લોજ નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા રીયાજભાઈ હસનભાઈ દલ (ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે. જુના બસ સ્ટેન્ડ પાસે દરગાહ પાસે મચ્છી બજાર મોરબી),ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા વિવેકભાઇ રમેશભાઇ ગોલતર (ઉંવ ૨૩ ધંધો ટ્રાવેલ્સ રહે. ત્રાજપર એસ્સાર પંપ પાછળ મોરબી-૨), વીસીપરા બીલાલી મસ્જીદ પાસે પાનની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા દીપકભાઇ ઉર્ફે હકાભાઇ મુળવંતરાઇ દોશી (,ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે.વીસીપરા બીલાલી મસ્જીદ પાસે મોરબી)ની અટકાયત કરી તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.