Sunday, November 24, 2024
HomeGujaratનવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓએ સાયન્સના વિષય પર બનાવી રંગબેરંગી, અર્થસભર...

નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓએ સાયન્સના વિષય પર બનાવી રંગબેરંગી, અર્થસભર રંગોળી

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં SciColour 2021 રંગોલી સ્પર્ધાનું રંગીલું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વિદ્યાર્થીનીઓએ અદભુત અને આકર્ષક રંગોળી બનાવી હતી.

- Advertisement -
- Advertisement -

દિવાળી પર્વ નિમિત્તે નવયુગ મહિલા કોલેજને આંગણે આયોજિત રંગોળી સ્પર્ધામાં ૫૦ જેટલી ટીમોએ સાયન્સના વિવિધ વિષયો અને કોન્સેપ્ટ્સ પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી. આ સ્પર્ધામા પ્રથમ ક્રમે ભીમાણી ખુશી, હોથી હીરલ, તથા દ્વિતીય ક્રમે ડાભી આરતી, કણઝારીયા શીતલ, તૃતિય ક્રમે ધેંટીયા ધૃવી,ગઢીયા ચાર્વી વિજેતા થયા હતા. આ કોમ્પિટિશનમાં જજ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને આર્ટ માસ્ટર સિલ્વા કામરીયા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા બાદ વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!