Sunday, May 19, 2024
HomeGujaratમાળીયાના વેણાસર ગામે યુવાન ઉપર ત્રણ શખસો દ્વારા પાઈપ ધોકા વડે હુમલો

માળીયાના વેણાસર ગામે યુવાન ઉપર ત્રણ શખસો દ્વારા પાઈપ ધોકા વડે હુમલો

માળીયા તાલુકાના વેણાસર ગામની સીમમાં ૩ શખસોએ ગામના યુવાનને ધોકા પાઈપ વડે મારમાર્યો હતો યુવાનના ભાઈએ આગાઉ આરોપીને ગાડીથી ટકકર મારી હોય તેની જાણ થતા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમા નોધાતા પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી..

- Advertisement -
- Advertisement -

માળીયાના વેણાસર ગામના યુવાન સંદીપભાઈ લાભુભાઈ કોરડીયાને તે જ ગામના ૩ શખસો ભારમલભાઈ ચોટાભાઈ કુવરીયા, વિપુલભાઈ દામાભાઈ કુવરીયા, સાગરભાઈ વિનોદભાઈ કુવરીયાએ સંદીપભાઈ પર ધોકા, પાઈપ સહિતના હથિયારો લઈને તુટી પડયા હતા કારણકે ફરીયાદીની ભાઈએ રણજીતભાઇને ગાડીથી ટકકર મારી હોય તેની જાણ આરોપીને થઈ જવા પામી હતી જેનો ખાર રાખી અને ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે તુટી પડયા હતા અનેહાથમાં ફેકચર કરી દેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવાનની ફરિયાદ દાખલ કરી કલમ ૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!