Saturday, January 11, 2025
HomeGujaratB.Com Sem-6 ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ ચમકી

B.Com Sem-6 ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ ચમકી

મોરબી જીલ્લામાં કોમર્સક્ષેત્રે પોતાની એક આગવી અને શ્રેષ્ઠતમ ઓળખ પ્રસ્થાપિત કરી ચુકેલી મોરબીની પી.જી.પટેલ કોલેજે ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર થયેલ B.Com Sem-6 ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમે આવી છે.

- Advertisement -
- Advertisement -

પી.જી.પટેલ કોલેજનાં અધ્યાપકોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં B.Com Sem-6 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જીલ્લાની નામાંકિત અને યશસ્વી એવી પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને પી.જી.પટેલ કોલેજનું અને સમગ્ર મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે. B.Com Sem-6 ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની સોનાગ્રા જશવંતી માલાભાઈ એ સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. જયારે કોલેજની અન્ય એક વિધાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ સમગ્ર યુનિવર્સીટીમાં સાતમો નંબર મેળવ્યો છે. જેને લઈ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સર્વે સ્ટાફગણ દ્વારા બંને વિધાર્થીનીઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!